સી.એમ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ

નવરાત્રી મહોત્સવ

ચંદ્રપુરી મિત્ર મંડળના રજત જયંતી વર્ષમાં રેવા પાર્ક ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૫: ભવ્ય ગરબા, મહાઆરતી અને રાવણ દહન.

આદ્યશક્તિની અનંત કૃપાથી વડોદરાના પૂર્વ વિસ્તારમાં કાર્યરત અમારી સંસ્થા (CMM) એટલે કે ચંદ્રપુરી મિત્ર મંડળ રજત જયંતી વર્ષમાં પ્રવેશી ચૂકેલ છે. સામાજિક, સાંસ્કૃતિક અને યુવાલક્ષી કાર્યક્રમો થકી સદ્ભાવ અને સમભાવની ઉત્કૃષ્ટ ભાવનાને ઉજાગર કરવાનું કામ અમારી સંસ્થા કરે છે. જેમાં ધ્વજવંદન, રમતોત્સવ, હોલિકા દહન, ભવ્ય ગરબા અને રાવણ દહન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ગુજરાતના ગૌરવ સમા ગરબા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું પરંપરાગત રાવણ દહન એ અમારી સંસ્થાનું આગવું નજરાણું છે. ભક્તિભાવપૂર્વકના સાંસ્કૃતિક વાતાવરણમાં યોજાતા ભવ્ય ગરબા, ઉલ્લાસનો ઉદધિ, ઉભરાતો માનવ મહેરામણ એવું સુંદર આયોજન રેવા પાર્કના આંગણે અમે કરીએ છીએ. ૨૫ વર્ષની આ સફર સરળ તો નહોતી જ, પરંતુ નિષ્ઠાવાન કાર્યકરો, ઊર્જાવાન નેતૃત્વ અને આસપાસની…

રેવાપાર્ક ગરબા ગ્રાઉન્ડ, વડોદરા